કાંત્રોડી ગામ વિષે

                                                                            કાંત્રોડી

                ગામની પૂર્વ ભૂમિકા      


              કાંત્રોડી ગામ એ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાનાં પક્ષિમ દિશામાં  આવેલું છે આ ગામ ૪૫૦ વર્ષ પુરાણું જૂનું ગામ છે આ ગામ સરવૈયા ગીરાસદારોએ વસાવી કાંત્રોડી ગામ પ્રસ્થાપિત કરેલ છે                                                                                                                          આ ગામ ધોરી માર્ગ સાવરકુંડલા જેસર રોડ થી ૨  કિમી અંદર દક્ષિણ દિશા તરફ આવેલું છે ગામમાં કુલ ૩ પ્રવેશ માર્ગ આવેલા છે ગામની મોટા ભાગની જમીન ડુંગરાળ ,ગોરાળું ,ત્થા કાળી આવેલી છે ગામનું હવામાન ૧૮ થી ૪૫ સેન્ટિગ્રેડ જેટલું જોવા મળે છે ગામની દક્ષિણે ડુંગર વિસ્તાર આવેલ છે

                     કાંત્રોડી ગામમાં કુલ ૩૧૨૭ પ્રજાજનો  વસે છે જેમાં મુખ્યત્વે ક્ષત્રિય દરબાર, પટેલ સમાજ  ,કોળી,અને ઠાકોર સમાજ ,રબારી,ભરવાડ સમાજ ,સાધુ સમાજ ,કુંભાર,બ્રામણ,લુહાર,તેમજ હરીજન અને વાલ્મિક સમાજ તેમજ મુસ્લિમ સમાજ વિગેરે જ્ઞાતિ ના લોકો રહે છે

                     કાંત્રોડી ગામના લોકોનો મુખ્યત્વે ધંધો ખેતી ,હીરા ,નોકરીયાત,ખેત મજૂરી ત્થા વેપાર છે ખેતી ઉધોગમાં પિયત અને બિન પિયત બન્ને પ્રકારની જમીન આવેલી છે કાંત્રોડી ગામમાં કુલ ૧૧ તળાવ ત્થા ૩૦ ચેકડેમ આવેલા છે કાંત્રોડી ગામે પીવાના પાણીના કુલ ૩ કૂવા ત્થા ૫ બોર ૬ હેડપંપ તેમજ સબપમ્પ આવેલા છે

                    કાંત્રોડી ગામે ગ્રામ પંચાયતની સ્થાપના ૧૯૫૫  ના વર્ષ માં થયેલ છે કાંત્રોડી ગામે વીજળીકરણ તા. ૦૯/૦૧/૧૯૭૭ માં થયેલ છે  વીજળીકરણનું  ઉદ્દઘાટન સાવરકુંડલાના ધારાસભ્ય ત્થા ગુજરાત સરકારના પ્રધાન શ્રી લાલુભાઈ શેઠ ના વરદ હસ્તે કરવામાં આવેલ છે




કાંત્રોડી ગામમાં હૈયાતી સુવિધાઓ



                                                    શિક્ષણ

                                                 પ્રાથમિક શાળા


(૧)  કાંત્રોડી પ્રાથમિક શાળા માં ધોરણ ૧ થી ૮ માં  રૂમ ૧૨ છે

(૨) કાંત્રોડી પ્રાથમિક શાળા માં સ્ત્રી અને પુરુષ માટે અલગ-અલગ સેનિટેશન ની વ્યવસ્થા છે

(૩) કાંત્રોડી પ્રાથમિક શાળા માં પીવાના પાણી માટે RO ફિલ્ટર પાણીની સુવિધા છે

(૪) કાંત્રોડી પ્રાથમિક શાળા માં બાળકોને ભણવા માટે ૧૫ કોમ્પુટર છે

(૫) કાંત્રોડી પ્રાથમિક શાળા માં પ્રોયોગશાળા છે

(૬) કાંત્રોડી પ્રાથમિક શાળા ના સ્કૂલના ગ્રાઉન્ડમાં બ્લોક્પેવિંગ  નાખેલ છે

(૭)  ડ્રોપઆઉટ  રેસિયો ૦ ટકા છે

(૮) ૧૦૦% ટકા નામકન થાય છે

(૯) ૯૦% સાક્ષરતા દર છે

(૧૦) કાંત્રોડી પ્રાથમિક શાળા માં સરકાર શ્રી ના મેન્યુયલ પ્રમાણે મધ્યાહન ભોજનમાં પોષ્ટિક આહાર આપવામાં આવે છે

(૧૧) દાતા તરફ થી વિદ્યાથી ને ડ્રેસ અને નોટબૂક આપવામાં આવે છે 


માધ્યમિક શાળા


(૧) કાંત્રોડી ગામે માધ્યમિક શાળા આવેલી છે

(૨) ધોરણ ૯ થી ૧૧ માટે વર્ગોની  સુવિધા છે

(૩) વિદ્યાર્થીઓ માટે પૂરતા રૂમો છે અને નવું અધ્યત્ન બિલ્ડીંગ છે

(૪) પાણી અને સેનિટેશનની સુવિધા છે

(૫) માધ્યમિક શાળામાં કોમ્પ્યુટર લેબ ની વ્યવસ્થા છે

(૬) માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન શાળા (પ્રયોગશાળા) ની વ્યવસ્થા

(૭) માધ્યમિક શાળામાં પીવાના પાણી માટે RO ની સુવિધા   




કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 

(૧) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેસર તાલુકામાં આવેલી એક માત્ર શાળા કાંત્રોડી ગામમાં આવેલી છે 

(૨) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજ્ય સરકાર દ્વારા સંચાલિત (ગર્લ્સ ) હોસ્ટેલ છે 

(૩) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં ધોરણ ૬ થી ૯ ની બાલિકાઓને રહેવાની સુવિધા છે 

(૪) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં બાલિકાઓને મફતમાં રહેવા અને ભણતરની સુવિધાઓ આપવામાં આવે છે 

(૫)  કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની દીકરીઓને સ્કેટીંગ ની તાલીમ આપવામાં આવે છે

(૬)  કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની દીકરીઓને સ્વ રક્ષણ માટે કરાટેની તાલીમ આપવામાં આવે છે

(૭)  કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે



                                                                                    આગણવાડી


(૧) આગણવાડી કેન્દ્રો ૪ છે

(૨) તમામ કેન્દ્રોમાં નવા બિલ્ડીંગ તેમજ સેનિટેસન અને પાણીની  અને વીજળીની સુવિધાઓ છે

(૩) આગણવાડી કેન્દ્રો  માં ૧૦૦% ટકા નામકન થાય છે



                                          આરોગ્ય


(1) પેટા આરોગ્ય કેન્દ્ર (સબ સેંટર ) નું નવું અધતન બિલ્ડીંગ સરકાર શ્રી એ બનાવી આપેલ છે તેમાં પાણી ,સેનિટેસન અને વીજળી અને વિગેરે તમામ સુવિધાઓ છે

(૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરકારશ્રીના નાણાં વિભાગની મંજૂરીથી  આવેલ તેની કામગીરી ચાલુ છે

(3) ૧૦૦% જન્મની નોધણી થાય છે


                           પાણી તેમજ ગટર અને આંતરિક રસ્તા ની વ્યવસ્થા



(૧) કાંત્રોડી ગામમાં આંતરિક રસ્તા ૮૦ ટકા પાકા જેમાં RCC રસ્તા ૮ ત્થા બ્લોક્પેવિંગ રસ્તા -૧૨ છે

(૨) કાંત્રોડી ગામમાં ગટર વ્યવસ્થા ૯૮% પૂર્ણ કરેલ છે જેમાં ૨% કામ પ્રગતિમાં છે

(૩) કાંત્રોડી ગામમાં ૯૦ % શોચાલય પુર્ણ કરેલ છે અને ૧૦% શોચાલય વિહોણા પરિવાર જેઓનું કામ પ્રગતિમાં છે

(૪) કાંત્રોડી ગામમાં પીવાના પાણી માટે ૧૦૦ % નળ કનેકશનથી પાણી આપવામાં આવે છે

(૫) કાંત્રોડી ગામમાં માહિપરિ એજ યોજનાનુ પાણી આ ગામમાં  લેવામાં આવતું નથી

(૬) કાંત્રોડી ગામમાં કુલ ૩ ટાંકા ત્થા ૨ અવેડા આવેલા છે

(૭) કાંત્રોડી ગામમાં પશુઓ માટે પીવાના પાણીની અલગ સગવડતા છે    


                                             સુવિધાઓ


(૧) કાંત્રોડી ગામે પશુઓ માટે ગૌચરની જમીન હે.આરે. ૨૩૮-૩૬-૧૨ આવેલ છે

(૨) કાંત્રોડી ગામે કુલ ૨૬૯૯ પશુઓ છે

(૩) કાંત્રોડી ગામે દૂધ મંડળી છેલા ૧૫ વર્ષ થી ચાલુ છે અને દૂધ ભરાય છે

(૪) કાંત્રોડી ગામમાં ખેડૂતો માટે સેવા સહકારી મંડળી વર્ષોથી ચાલુ છે

(૫) કાંત્રોડી ગામમાં સ્મશાન ત્થા સ્નાનઘર ની સુવિધા છે

(૬) કાંત્રોડી ગામમાં આજ દિન સુધી ઇન્દિરા આવાસ યોજના ,સરદાર આવાસ યોજના ,આબેડકર આવાસ યોજના , પંડિત દિન દયાલ આવાસ યોજના ત્થા કાચાપકા આવાસ યોજના નીચે ૩૧૫ આવાસો નો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો છે  

(૭) મનરેગા યોજના નીચે રાજીવગાંધી ભવન તેમજ યોજનાકીય કામો કરેલ છે

(૮) સાંસદ શ્રી ની ગ્રાન્ટ માથી કૉમ્યુનિટી હૉલ  સાંસ્ક્રુતિક  હૉલ બનાવેલ છે

(૯) ધારા સભ્ય શ્રી ની ગ્રાન્ટ માથી બોર ત્થા સબપંપ  કરાવેલ છે

(૧૦) રાજ્ય સભા સાંસદ શ્રી ની ગ્રાન્ટ માથી  RCC રોડ બનાવેલ છે

(૧૧) સ્વર્ણિમ કોલોની માં ગટર તેમજ બ્લોક પેવિંગ ,પાણીની પાઇપ લાઇન નાખી સ્વર્ણિમ કોલોની બધીજ સુવિધા ઉપલબ્ધ કરેલ છે

(૧૨)  નાણાંપંચ  ગ્રાન્ટ માથી ગટર ત્થા બ્લોક પેવિંગ ના કામો કરેલ છે

(૧૩)  ATVT યોજનમાથી ગટર ,બ્લોક પેવિંગ ત્થા cc રોડનું કામ કરેલ છે

(૧૪) મફત પ્લોટ ની માળખાકીય સુવિધામાથી સ્ટોન પેવિંગનું કામ કરેલ છે

(૧૫) લોકફાળાની રકમ ભરી ગટર ત્થા બ્લોક પેવિંગ નું કામ કરેલ છે

(૧૬) આયોજન મંડળ માથી ગટર તેમજ બ્લોક પેવિંગ ત્થા નાળાનું કામ કરેલ છે 



                                નવી આવનાર સુવિધા (કામચાલુ)  



(૧)  કાંત્રોડી ગામના ખેડૂતોને  પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કોલ્ડ સ્ટોરેજ   

(૨) ઘાંસડેપો ઘાંસ નું સંગ્રહ કરવા માટે ગોડાઉન  જેથી ઉનાળામાં પશુઓને ઘાંસચારો મળી રહે

(૩) ગટર ચોસ નીચે મોટો કૂવો કરી બાયૉગૅસ પ્લાન ઊભો કરી લોકોને ગૅસ ની સુવિધા મળી રહે તેની વ્યવસ્થા   

(૪) લોકોને પીવાલાયક  પાણી મળી રહે તે માટે RO પ્લાન્ટ  

(૫) ગામે પંચવટી યોજના નીચે બગીચો ત્થા બાળક્રીડાગણ બનાવવા  

(૬) ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોને આપવાની રસી ની જાળવણી માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા

(૭) ગામમાં ઇન્ટરનેટ  wifi  સુવિધા   

(૮) ગામના આંતરિક રસ્તામાં ત્થા જાહેર ચોક માં CCTV કેમેરા ની વ્યવસ્થા  

(૯) ૨૦% બાકી રહેતા રસ્તા RCC ત્થા બ્લોક પેવિંગ   

(૧૦) નવું પંચાયત ઘર     

(૧૧) કાંત્રોડી સ્મશાન ગૃહ માં સગડીની વ્યવસ્થા   

(૧૨) કાંત્રોડી ગામે પુસ્તકાલય  વાંચન માટે લાઈબ્રેરી ની વ્યવસ્થા 





                                                                          Puran Gondaliya